મુસાફર જોઈ ભાડું નક્કી કરે છે રીક્ષા ચાલકો
વડોદરામાં ટ્રાફીક પોલીસ અને રીક્ષા ચાલકો વચ્ચે વાટકી વ્યવહાર.
આપ ઘણીવાર પોલીસ ને શટલ રીક્ષા પર દંડાવાળી કરતા
નિહાળતા હશો. પણ આ દ્રશ્યો માત્ર દેખાવ પૂરતાં છે. કારણકે વડોદરા માં રિક્ષાવાળા અને ટ્રાફિક પોલીસ વચ્ચે વાટકી વ્યવહારના ગાઢ સંબંધ છે. અને જો આપને અમારી આ વાત પર વિશ્વાસ ના આવે તો એસટી બસ સ્ટેન્ડ પર જાત મુલાકાત લઈ આ ગાઢ સંબંધ નો અનુભવ કરી શકો છો. દિવસ નું દ્રશ્ય જુવો કે સમી સાંજ નું દ્રશ્ય જુવો..આપને ખબર પડશે કે બસ સ્ટેન્ડ થઈ માંડી ને સીટી બસ સ્ટેન્ડ સુધી ઉભી રહેતી તમામ રિક્ષાઓ મીટર વિના ઉચક રીતે મુસાફરો પાસે થી ભાડા વસુલ કરે છે. જેમાં તેઓ દિવસ દરમિયાન ડોઢું અને રાત્રીના અઢી ગણા ભાડા વસૂલ કરે છે.
આ સમગ્ર ચિટિંગ સ્થાનિક ટ્રાફિક પોલીસ કર્મચારીઓને વિશ્વાસમાં લઈ ને કરવામાં આવે છે. એસટી સ્ટેન્ડ પાસે એક પોલીસ પોઇન્ટ છે, છતાંય પોલીસ કર્મચારીઓ પોતાની ડ્યુટી કરવાને બદલે રીક્ષા ચાલકો સાથે ગપ્પા મારવામાં વધારે વ્યસ્ત જોવા મળે છે.
એક મુસાફર એસટી સ્ટેન્ડ માંથી બાર આવે એટલે લગભગ આઠ દસ રીક્ષા ચાલકો ઘેરી વળે… અને જો મુસાફર થાકેલો હોય અને આ રીક્ષા ચાલકો પૈકી કોઈની રિક્ષામાં જવા રાજી થાય તો ઓછામાં ઓછા 80રૂપિયા થી ભાડું સ્ટાર્ટ થાય અને તે 200 રૂપિયા સુધી લેવાય છે. જો મુસાફર મીટર પ્રમાણે જવાની વાત કરે તો નથી ચાલતું મિટર એવું કહી ને મુસાફર ને જવા દે અને પછી તે જે પણ રીક્ષા ચાલક ને પૂછે તેને પહેલા રીક્ષા ચાલક કરતા 20 થી 25 રૂપિયા વધારીને કહેવામાં આવે છે. હાલ વડોદરા એસ ટી અને રેલવે સ્ટેશન પર થી રીક્ષા માં મુસાફરી કરવી હોય તો મીટર વિનાં ભાડું નક્કી કરીને મુસાફરી કરવી પડે.
આ બાબતે જો કોઈ સ્થાનિક ટ્રાફિક પોલીસ પાસે જાય અને ફરિયાદ કરે તો પોલીસ મુસાફરો ને બદલે રીક્ષા ચાલકો ની તરફેણ કરતા જણાવે કે એકાદ બે રીક્ષા એવી હોય.. બાકી આ શક્ય નથી. અને જો મુસાફર રકઝક કરે તો પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશનની ધમકી આપીને મુસાફર ને રવાના કરે છે.

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેર માં સ્વીકાર્યું હતું કે પોલીસ ખાતામાં ભારે ભ્રષ્ટાચાર છે, તેની આ સાબીતિ છે. જે ખરેખર દુઃખદ વાત છે. ટ્રાફીક પોલીસ દ્વિચક્રી વાહન ચાલકો ને રાત્રે 2 વાગે પણ લાયસન્સ, પીયૂસી ચેક કરી મેમો ફાડે છે, પણ રીક્ષાના મીટર ચેકીંગ અંગે શૂન્ય કામગીરી કરે છે.
ત્યારે વડોદરામાં રીક્ષા ચાલકો બિનદાસ રોજ નો 50 રૂપિયા નો હપ્તો આપીને મુસાફરોને આડેધડ લૂંટે છે.
(આવતીકાલે વાંચો રિક્ષાનું રાજકારણ ભાગ -2)

0 Comments