આજે રાત્રે ચંદ્ર જોવાનું ચૂકશો નહીં, 30 ટકા મોટો અને વધુ ચમકદાર હશે

આજે રાત્રે ચંદ્ર જોવાનું ચૂકશો નહીં, 30 ટકા મોટો અને વધુ ચમકદાર હશે


આજની રાત્રી અત્યંત સુંદર હશે, કેમ કે અન્ય દિવસોની સરખામણીએ આજે ચંદ્ર વધુ મોટો અને વદુ ચમકદાર દેખાશે. આજની રાત્રે જે ચંદ્ર દેખાશે તેને વૈજ્ઞાનિકોએ 'સુપર સ્નો મૂન' (Super Snow Moon) નામ આપ્યું છે. આજે ચંદ્ર પૃથ્વીની સપાટીની એકદમ નજીક હશે.

જો, તમે આજે ચંદ્ર જોવાનું ચૂકી જશો તો આગામી 7 વર્ષ સુધી તમારે રાહ જોવી પડશે. વૈજ્ઞાનિકોએ આજની ઘટનાને સ્ટોર્મ મૂન (Storm Moon), હંગર મૂન (Hunger Moon), બોન મૂન (Bone Moon) અને સ્નો મૂન (Snow Moon) એવા વિવિધ નામ આપ્યા છે.


કયા સમયે જોશો
આજે રાત્રે લગભગ 9 કલાક અને 23 મિનિટે ભારતમાં ચંદ્ર પૃથ્વીની સપાટીની સૌથી નજીક હશે. દિલ્હીમાં સાંજે 6.30 કલાકે, મુંબઈમાં રાત્રે 9.23 કલાકે અને કોલકાતામાં સૂર્ય ડૂબવાના લગભગ અડધા કલાક બાદ આ ઘટના નિહાળી શકાશે.

Post a Comment

0 Comments