પરીક્ષા ટાણે વિદ્યાર્થોને પ્રેમ અને કાળજી બહુ જરૂરી છે: રાજેન્દ્રભાઇ ત્રિવેદી.




પરીક્ષા ખંડ માં પહેલા પ્રશ્ન પત્ર નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો.


તેજસ વિદ્યાલય ના 12માં ધોરણના વિદ્યાર્થીઓને આજે ફેરવેલ આપવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી રાજેન્દ્ર ભાઇ ત્રિવેદીએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થોઓને પ્રેરક સંબોધન આપ્યું હતું.
તેજસ વિદ્યાલય ના વિજ્ઞાન અને કોમર્સ પ્રવાહ ના 12માં ધોરણના વિદ્યાર્થીઓ કે જેઓ શાળાકીય જીવન માંથી હવે આગળ વધી રહ્યા છે, તેમના માટે તેજસ વિદ્યાલય દ્વારા એક ફેરવેલ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે એલેમ્બિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ ના ડાયરેકટર શ્રીમતી બિનીતિ બેન ત્રિવેદી, એલેમ્બિક ગ્રુપના  લાયસન પ્રેસિડેન્ટ શ્રી અશોક પંડ્યા, હરેનભાઈ પટેલ સહિતના મહાનુભાવો  ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને ઉદબોધન આપતા જણાવ્યું હતું કે જીવન માં જો તમે મહેનત કરશો ,તો ઘણાં બધા વિકલ્પો ખૂલશે. તેમને વિદ્યાર્થીઓને દરરોજ 10 મિનિટ ઓમ નું ઉચારણ કરવું.. થોડી કસરત કરવી અને સાથે સાથે કોઈ પણ તણાવ વિના અભ્યાસ કરો.
તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડ માં જતા અગાઉ એક કલાક કઈ પણ વાંચવુ નહિ અને પરીક્ષા ખંડ માં જઈ લખવાનું શરૂ કરવાને બદલે પહેલા પ્રશ્ન પત્ર ને બરાબર વાંચો અને જે આવડતું હોય તે માર્ક કરી પછી શાંત મને લખવાનું શરૂ કરો.
આ પ્રસંગે સ્પીકર શ્રી ત્રિવેદીએ વાલીઓને પણ સંબોધતા જણાવ્યું હતું કે તમારા બાળકની ઉપર પહેલા આવવાનું દબાણ કરવાને બદલે તેને પ્રોત્સાહન આપી. તેને તમારી હૂંફની જરૂર છે, તેની ખૂબ કાળજી લો અને પરીક્ષા પહેલા કે પછી પણ માર્ક બાબતે તેની પર ગુસ્સો કોઈ દિવસ ના કરશો. તમારા બાળક ને હરિફાઈમાં હોમી ના દેતાં પરંતુ તેની તાકાત ને સમજી તેને યોગ્ય માર્ગદર્શન આપશો,તો તમારું બાળક સો ટકા સફળ રહેશે.
આ સમગ્ર કાર્યક્રમ નો અંત રાષ્ટ્ર ગીત સાથે થયો હતો.

Post a Comment

0 Comments