કોચિંગ ક્લાસ, રિક્રુટમેન્ટ અને માર્કેટિંગ અેજન્સીને ડેટા વેચાય છે શહેરની 100 શાળાઓ અને 14 કોલેજોનો ડેટા...
શહેરની 100 જેટલી શાળાઓ અને MSU સહિતની આસપાસમાં આવેલી 14 જેટલી કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનાં નામ,નંબર, એડ્રેસ, ઈમેલ એડ્રેસ સહિતની વિગતો મેળવીને વેચવામાં આવતી હોવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. કૌભાંડીઓ દ્વારા માત્ર 50 હજારમાં પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓનો ડેટા કોચિંગ કલાસીસના સંચાલકોને, રિક્રુટમેન્ટ એજન્સીઓને અને માર્કેટિંગ એજન્સીઓને વેચવામાં આવી રહ્યા છે.
હાલના સમયમાં પોતાની અંગત માહિતી લોકો સુધી ન પહોંચે તે માટે તકેદારી રાખવાની વધુ જરૂર પડી રહી છે. માત્ર નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસની મદદથી કોઈપણ વ્યક્તિની પસંદ- નાપસંદ સહિતની તમામ બાબતો જાણી શકાય છે. જોકે, લોકોની આ માહિતી એકત્ર કરવા માટે ઠગો દ્વારા અવારનવાર નવા નુસખાઓ અજમાવવામાં આવતા હોય છે. વડોદરાની 100 થી વધુ ખાનગી અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને એમ.એસ.યુનિવર્સિટી સહિત વડોદરાની આસપાસ આવેલ 14 જેટલી કોલેજોમાં અભ્યાસ કરતા 3 લાખ થી વધુ વિદ્યાર્થીઓનાં નામ, સરનામાં, મોબાઇલ નંબર, ઇમેઇલ એડ્રેસ અને અભ્યાસને લગતી માહિતી ઓનલાઇન વેચવામાં આવી રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ પ્રકારે વેચાતા ડેટાની સાતત્યતા 90 થી 95% સુધીની હોય છે. જે એક વ્યક્તિને 50 હજાર માં વેચીને ઠગો દ્વારા ધૂમ કમાણી કરવામાં આવી રહી છે. ડેટા બ્રિચિંગ કાયદાકીય રીતે ગુનો હોવા છતાં કાયદાથી અને બ્રિચિંગની પ્રક્રિયાથી અજાણ લોકો તેની સામે લડત કઈ રીતે આપવી તેનાથી અજાણ છે.
ડેટા કઈ રીતે જાય છે
ડેટા કઈ રીતે જાય છે
ઠગો માટે ડેટા ખરીદવાનો સૌથી સરળ રસ્તો શાળાના પ્યૂન અથવા તો રજિસ્ટર મેઇન્ટેઈન કરનાર વ્યક્તિઓ પાસેથી મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના ડેટા મેળવવા શાળાની બહાર કોચિંગ કલાસીસના નામે ફોર્મ ભરાવવા લોકો ઉભા રાખવામાં આવે છે. આ ઉપરાંત વર્કશોપ અને સેમિનાર રાખનાર લોકો પાસેથી વિદ્યાર્થીઓના ડેટા મેળવે છે અને બદલામાં આપવામાં આવે છે.
ડેટા વેચાયો તે કેવી રીતે જાણશો
સાઇબર એક્સપર્ટ મયુર ભુસાવળકરના જણાવ્યા પ્રમાણે ઠગો દ્વારા ડેટા મેળવ્યા બાદ સામેથી સંપર્ક કરવામાં આવતો નથી. તેઓ એસ.એમ.એસ પેક અને એસ.એમ.એસ ગેટવે ખરીદીને લોકોને મેસેજો મોકલવામાં આવે છે. ઠગોએ એસ.એમ.એસ ગેટવે ખરીદ્યો હોવાને કારણે મેસેજ મોકલનારનો નંબર જ ન હોઈ તેની કોઈ જાણકારી મળતી નથી. જ્યારે મેસેજમાં એક વ્યક્તિનું નામ અને નંબર હોઈ જે વ્યક્તિ ઇચ્છે તે સામેથી સંપર્ક કરી શકે છે.
રાજસ્થાનની ચૂંટણીમાં પણ વિદ્યાર્થીઓને ડેટા વેચાયો હતો
રાજસ્થાનની ચૂંટણી સમયે પણ વિદ્યાર્થીઓને ડેટા વેચાયો હતો. ડેટા ખરીદીને તેનો વેપાર કરનાર યુવકના જણાવ્યા મુજબ, દર મહિને અંદાજિત 10 થી 15 લોકો આ પ્રકારે ડેટા ખરીદતા હોય છે.
1 Comments
Very nice sir
ReplyDelete