જાણો કેમ નગર સેવકે ગટરમાં ઉતરવું પડ્યું.




  1. આજવા રોડ ખાતે સ્થાનિકો ની ફરિયાદ બાદ પણ ગટરની સમસ્યા દૂર ન થતા અંતે નગર સેવકે જાતે ગટરના પાણીમાં ઉતરી કાદવ ઉલેચવાનું શરૂ કરતાં હોહા થઈ જવા પામી છે

    ભાજપના વોર્ડ નંબર 4 ના ભાજપ ના નગર સેવક અજિત દધિચ ને સયાજી ટાઉનશિપ માં ગટરો ઉભરાતી હોવાની વ્યાપક ફરિયાદો સ્થાનિકો એ કરી હતી.જે સમસ્યા દૂર કરવા પાલિકાના અધિકારીઓ ને વારંવાર કર્યા છતાં દૂર ન થતા આજે આખરે થાકી ને ખુદ સત્તાપક્ષના જ નગર સેવક એ ગટર ના પાણી ઉલેચવાનું શરૂ કરી દીધું હતું.ઉલ્લેખનીય છે કે અગાઉ પૂર્વ મેયર બાલુ શુકલ એ ટાંકી માં ઉતર્યા બાદ ખૂબ ચર્ચા માં આવ્યા હતા અને બાદમાં સાંસદ પણ બન્યા હતા.


Loading

Post a Comment

0 Comments