સમયસર બિલ નહિ મોકલવામાં એમજીવીસીએલ વડોદરાનો કદાચ પ્રથમ ક્રમાંક આવે છે. ત્યારે બીજી બાજુ લોકો ના ઘર માં તેમની ગેરહાજરીમાં એમજીવીસીએલ ના કર્મચારીઓ પહોંચી જાય છે. અને ઓફીસ ના સમયે કોઈ ના હોય ત્યારે રહીશોને જાણ કર્યા વિના તેમનું કનેક્શન કાપી જાય છે.
તાજેતરમાં વડોદરા ના ગોત્રી વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બહાર આવી છે. જેમાં એક માસ નું બિલ મળ્યું ન હોવાના કારણે ગુરુવારે બપોરે એમજીવીસીએલ ના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને ઘર બંધ હોવા છતાંય રહીશોને કાયદેસરની જાણ કર્યા વિના તેઓ એ કનેક્શન કાપી નાખ્યું હતું.
આ બાબતે જ્યારે આ ઘરમાં રહેતા વ્યક્તિને જાણ થઈ ત્યારે તે જીઇબી ની કચેરી એ ગયા હતા . અને આ પ્રકારના ગેરકાયદેસર રીતે ઘર આંગણ માં પ્રવેશ કરી રહીશને જાણ કર્યા વિના કનેક્શન કાપવા અંગે પૃચ્છા કરી ત્યારે કર્મચારીઓ એ સાચી માહિતી આપવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું.
આ અંગે એમજીવીસીએલના ડે. એન્જીનીયર એમ. કે .પરમારને ડેઇલી ગુજરાત દ્વારા સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પણ અનેકવાર ફોન કર્યા બાદ પણ કોલ રિસીવ કર્યો નોહતો.
એક તરફ એમજીવીસીએલ ગ્રાહક લક્ષી અભિગમની જાહેરાતો કરે છે, ત્યારે બીજી બાજુ ઓફીસ ટાઈમ પર ઘર બંધ હોય ત્યારે કોઈ પણ જાણ કર્યા વિના કનેક્શન કાપી જતા કર્મચારીઓ અને ત્યારબાદ તેમનું ઉદ્ધત વર્તન સરેઆમ ગેરકાયદેસર કૃત્ય છે.
0 Comments