ભારતના ઇતિહાસ માં વર્ષ 2019 મહત્વનો ભાગ ભજવે તેવી શક્યતાઓ
એક તરફ બધાજ પક્ષ એકઠા થઈને મોદી જનતા પાર્ટીની સામે લડવા તૈયાર થયા છે. તો બીજી બાજુ ભાજપ ના સર્વેસર્વા એવા નરેન્દ્રભાઈ મોદી પણ હવે પોતાના ભાષણો થકી લોકો ને ત્રિશંકુ સરકારના ગેરલાભ સમજાવતા થયા છે. તો કેન્દ્ર અને જે રાજ્યોમાં ભાજપ સરકાર છે , તેમણે શહેરના મતદાતાઓને રિઝવવના તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. ત્યારે સહુ કોઈ આતુરતા પૂર્વક હવે ચૂંટણી ની ઓફીયલ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.
વડોદરા વોઇસ દ્વારા આ અંગે દિલ્હીના મોટા ગજાના નેતાઓનો સંપર્ક કર્યો ત્યારે મોટાભાગના નેતાઓ તો બસ હવે તૈયારીમાં જાહેરાત થશે, તેવું મીઠું હાસ્ય સાથે જવાબ આપ્યા હતા.
પરંતુ કોઈ નકકર તારીખ આપવામાં તેવો નિષફળ રહ્યા હતા. એવા ટાણે વડોદરા વોઇસના ઇન્વેસ્ટિગેશન સેલ દ્વારા તારીખ મેળવવાની કવાયત શરૂ થઈ હતી.
પરંતુ કોઈ નકકર તારીખ આપવામાં તેવો નિષફળ રહ્યા હતા. એવા ટાણે વડોદરા વોઇસના ઇન્વેસ્ટિગેશન સેલ દ્વારા તારીખ મેળવવાની કવાયત શરૂ થઈ હતી.
એક તરફ ઉત્તર પ્રદેશમાં અર્ધ કુંભ ચાલી રહ્યો છે, જે ધાર્મિક મેળાવડા સાથે રાજકારણ અને રામકારણ નો ગઢ પણ છે. એવા ટાણે આર.એસ.એસ ના કાર્યકર્તાઓ સાધુ ,સંતો ની સાથે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે.
એક તરફ ભાજપનું હુકમનું પત્તુ ગણાતા રામ મંદિર ના મુદ્દાને હજી જોઈએ તેવી ગરમી મળી નથી. તો બીજી બાજુ ભાજપના ઠાલા વચનો થી કોપાયમાન થયેલા સાધુઓ સ્વયમ રામમંદિર નો શીલા ન્યાસ કરવા તતપર બન્યા છે, એવા ટાણે હવે ભાજપના ભેજા ઓ મહાશિવરાત્રી એ એટલે કે 4થી માર્ચ 2019 થી લઈ 10મી માર્ચ પહેલા ચુંટણી ની જાહેરાત કરવાનું વિચારી રહ્યા છે.
આ જાહેરાત ના દિવસે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મહેમાન હશે. અને ઉમિયા ધામના મહોત્સવમાં હાજરી આપશે. જે સ્પષ્ટ સંકેત પણ છે કે પાટીદારોના પ્રભાવ વાળી સીટ એટલેકે રાજકોટ અથવા સુરત થી મોદી સાહેબ ઉમેદવારી નોંધાવી શકે છે.
- છેલ્લા ઘણા સમયથી પાટીદાર આંદોલન અને કોંગ્રેસના વધતા પ્રભાવ ને પગલે ભાજપ ગુજરાત માટે ચિંતાતુર હતું. એવા માં ઓપરેશન આશા સફળ થયું એટલે ભાજપ હવે પાટીદાર શક્તિ ને પોતાની કરવા માટે સજ્જ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રી એ યોજાનારા ઉમિયાધામ મહોત્સવ માં આશાબેન પટેલ કે જેઓ હમણાં ભાજપમાં જોડાયા છે.. તેઓ મોદીજીનું સ્વાગત પણ કરે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.
આમ હવે આજ થી 25 દિવસોની અંદર ચુંટણી ના બ્યુગલ વાગી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
0 Comments