Vadodara voice IMPACT: રેલવે-બસ સ્ટેન્ડ નજીક ચોવીસ કલાકમાં પોલીસ રીક્ષા ચાલકો પર ત્રાટકી.

બેચ વિના રીક્ષા ચલાવતા રીક્ષા ચાલકોને પોલીસે આંતરીને મેમો આપ્યા
વડોદરા વોઇસ.કોમ દ્વારા તાજેતરમાં પોલીસ અને રીક્ષા ચાલકોની
મિલીભગતથી મુસાફરો ની ખુલ્લેઆમ લૂંટ વિશે રિક્ષાનું રાજકારણ ભાગ 1 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો . 
વડોદરાવોઇસ.કોમ દ્વારા જ્યારે આ સ્ટોરી પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારે અનેક લોકોએ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવ પણ અમને જણાવ્યા હતા. તો બીજી બાજુ કેટલાક લોકો આ સમાચાર ને સમાચારની કક્ષા માં ગણવા તૈયાર પણ નહોતા. પરંતુ જે રીતે આ સમાચાર વડોદરામાં વાયરલ થયો ..તેની નોંધ વડોદરા શહેર પોલીસ દ્વારા લેવામાં આવી હતી.
જેના ભાગ રૂપે શુક્રવારે રાત થીજ પોલીસ પોતાનો વાટકી વ્યવહાર ભૂલી રીક્ષા ચાલકો ઉપર ત્રાટકી હતી. અને ખુલ્લેઆમ દાદાગીરી કરતા રીક્ષા ચાલકો ગરીબ ગાયની માફક સીધા દોર થઈ ગયા હતા.

આ અંગે આજે સાંજે વડોદરા વોઇસ દ્વારા જાત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતર માં સામેલ કરાયેલી ઇલેક્ટ્રિક પોલીસ વાન, પીએસઆઇ, ટ્રાફિક પોલીસના કર્મચારીઓ રીક્ષા ચાલકોની જડતી લેતા જોવા મળ્યા હતા. અને બેચ વિના રીક્ષા ચલાવતા રીક્ષા ચાલકો ને મેમો પણ આપતા હતા. આ દ્રશ્ય વર્ષો પછી જોવા મળતું હોવાનું કેટલાક સ્થાનિકો એ જણાવ્યું હતું. તો બીજી તરફ મીટર પ્રમાણે મુસાફરો પાસેથી ભાડું લેવાની ના પાડતા રિક્ષાવાળાઓ ને પણ ટ્રાફિક પોલીસ ભગાડતી હોવાનું નજરે પડ્યું હતું. આ હતો વડોદરવોઇસ.કોમ નો ભાગ 2.
પરંતુ જ્યાં સુધી રીક્ષા ચાલકો નો ત્રાસ સંપૂર્ણ પણે સમાપ્ત નહિ થાય ત્યાં સુધી. Vadodaravoice.com આ અંગે વધુ સમાચાર પ્રસિદ્ધ કરતું રહેશે.
બહુ જલ્દી રીક્ષા વાળાનું રાજકારણ નો ત્રીજો ભાગ પ્રસિદ્ધ થશે.
જો વાંચકો પોતાના પ્રશ્નો કે મુશ્કેલીઓ જણાવવા માંગતા હોય તો અમને 97252 02596 પર વોટ્સ એપ કરી શકો ચો

Post a Comment

0 Comments