ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના કમ્પ્યુટર પરિચય ના ગુજરાતી માધ્યમ ના પેપરમાં 14 માર્કની ભૂલ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના  કમ્પ્યુટર પરિચય ના  ગુજરાતી માધ્યમ ના પેપરમાં  14 માર્કની ભૂલ, તેમાં છે અંગ્રેજી માધ્યમના પેપરમાં એક માર્કની ભૂલ,



          ગુજરાતી માધ્યમ ના 14 માર્કની ભૂલ સંદર્ભે વાત કરવામાં આવે તો જેમાં  12 ભૂલો  છાપકામ દોષની  અને બે ભૂલો પેપરસેટર ની અજ્ઞાનતાની, અંગ્રેજી માધ્યમના એક  માર્કની ભૂલ સંદર્ભે જો વાત કરવામાં આવે તો તે ભૂલ માત્ર ને માત્ર એક પ્રશ્ન માં બે સાચા જવાબ આપી દીધા છે તે છે.


         તારીખ 12  માર્ચ ના રોજ ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં કમ્પ્યૂટર પરિચયનું પેપર હતું. જેમાં  પેપરસેટર દ્વારા ગંભીર ભૂલો આચરવામાં આવી હતી કુલ ચૌદ માર્ક ની ભૂલો સામે આવી છે, જેમાં 12 ભૂલો છાપકામ દોષની છે  અને બે પ્રશ્નોને twist કરવામાં પેપરસેટર જાતે twist થઈ ચૂક્યા હતા, 14 ભૂલોમાંથી છાપકામ દોષ આધારિત 12 ભૂલો ની વાત કરવામાં આવેે તો, એ 12  ભૂલો  વિદ્યાર્થીઓએ પોતાના મૌલિકતા જ્ઞાનને આધારે સુધારી લીધી  હતી.  પરંતુ બે  ભૂલો જે પેપરસેટર ના અજ્ઞાનતાની હતી તેને ઉકેલતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી અને સમયનો બગાડ થયો, પરિણામે પેપર લેન્ધી ન હોવા છતાં પણ લેન્ધી લાગ્યું હતુ.
       જ્યારે અંગ્રેજી માધ્યમના પેપરમાં  ટ્રેડમાર્ક વાલા પ્રશ્નોમાં બે જવાબ SM અને TM આવતા વિદ્યાર્થીઓ કયો જવાબ સાચો, તે સંદર્ભે મુંઝાયા હતા.


       પેપરસેટર ની અજ્ઞાનતાને લીધે જે કંઈ પણ ભૂલો થઈ છે તે ભૂલ પર જો બોર્ડ દ્વારા ધ્યાન આપવામાં ન આવ્યું તો આખા ગુજરાતમાંથી કોઈપણ વિદ્યાર્થી કમ્પ્યુટર પરિચય માં 100 માર્ક્સ મેળવી શકશે નહીં. ગુજરાતી માધ્યમ ના પ્રશ્નપત્ર પ્રકાર 13  પ્રમાણે 95  નંબરના પ્રશ્ન  ટ્રેડમાર્ક આધારિત હતો ,  અને અંગ્રેજી માધ્યમના પેપરસેટ 7 પ્રમાણે  ટ્રેડમાર્ક વાલો પ્રશ્ન 65 નંબર પર હતો. જેમાં પેપરસેટર અજ્ઞાનતાને લીધે  બે સાચા જવાબ TM અને  SM  ઓપ્શનમાં આપી દેવામાં આવ્યા હતા, તેમજ આ બંને જવાબ સાચા હતા, આન્સર-કીમાં બંને જવાબ બોર્ડે compulsory  સાચા જ આપવા પડશે, જ્યારે ગુજરાતી મીડિયમમાં  પ્રશ્નપત્ર પ્રકાર તેરમાં  પ્રશ્ન ક્રમાંક 23 માં MUTATOR લખવાની જગ્યાએ COMPUTATOR  લખી દીધું હતું, પરિણામે વિદ્યાર્થીઓ પ્રશ્ન સમજી શક્યા નહીં  અને જવાબ લખવામાં અડચણ ઊભી થઈ.


      દર વર્ષે કમ્પ્યુટરના પેપરમાં પેપરસેટર દ્વારા આવી ભૂલો આચરવામાં આવતી હોય છે
     જેનાથી વિદ્યાર્થીઓ પેપર લખતી વખતે ટોટલ કન્ફયુઝ થઈ જાય છે 12 સાયન્સના વિદ્યાર્થીઓ કમ્પ્યુટર વિષયની તૈયારી છેલ્લી ઘડીએ જ કરતા હોય છે
     અરે તેમાં વળી પાછી પેપરસેટર દ્વારા આવી ગંભીર ભૂલો આચરવામાં આવે તો વિદ્યાર્થી જવાબ લખતી વખતે ખૂબ જ મૂંઝાઇ જાય છે અને જે આવડતું હોય તે પણ તેનાથી વિસરાઈ જાય છે
     પેપર સેટર દ્વારા કરવામાં આવતી ભૂલોનો વિદ્યાર્થી શા માટે ભોગ બને
     પેપર  ને છાપકામમાં આપતા પહેલા રિવ્યુ કમિટી દ્વારા રિવ્યુ કરવામાં આવે છે,
     જો રિવ્યુ કમિટી દ્વારા આ પ્રકારનો રિવ્યુ થાય તો એના માટે જવાબદાર કોણ
 
      મારી આપના માધ્યમથી બોર્ડના સત્તાધીશોને   અને શિક્ષણ મંત્રી ને  વિનંતી છે, તે જવાબદાર વ્યક્તિ સામે  કડકાઇપૂર્વક પગલા લે, અને વિદ્યાર્થીઓને માર્ક  નું નુકશાન ન થાય તેની પણ જોગવાઈ કરે.



        મેં આજે સવારે જ બોર્ડના સત્તાધીશોને મેલ દ્વારા આ બધી જ બાબતની જાણ કરી,
       અને બોર્ડર સત્તાધીશોએ પણ એ બાબતની જાણકારી છે તેવી માહિતી આપી,
       સાથે જ પેપર check કરતા પહેલા  બોર્ડ દ્વારા આન્સર-કી પ્રકાશિત થાય  તેવી માંગ કરી છે, જેનાથી વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળી રહે.

મયુર  ભુસાવળ કર

 વિષય નિષ્ણાંત અને કી રિસોર્સ પર્સન વડોદરા

Post a Comment

0 Comments