*BEWARE FROM ANYDESK MOBILE REMOTE ACCESS APPS.*

*BEWARE FROM ANYDESK MOBILE REMOTE ACCESS APPS.*


            મોબાઇલ એપ્લિકેશન્સ પરના ડેટાને ઍક્સેસ કરવા માટે 'AnyDesk' તરીકે ઓળખાતી મોબાઇલ એપ્લિકેશન કથિતપણે hacker દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહી છે. એકવાર એપ્લિકેશન ગ્રાહક ના ફોન પર ઇન્સ્ટોલ થઈ જાય પછી, તે અન્ય તમામ એપ્લિકેશંસની જેમ ફોનના નિયંત્રણોને ઍક્સેસ કરવા માટેની પરવાનગી લે છે.

           એકવાર મોબાઇલ ઉપકરણ પર ANYDESK એપ્લિકેશન ડાઉનલોડ થાય તે પછી, તે અન્ય એપ્લિકેશન્સ જેમ ઉપકરણના નિયંત્રણને ઍક્સેસ કરવાની પરવાનગી લે છે. જો કે, જ્યારે વપરાશકર્તા ઉપકરણ પર પરવાનગી આપે છે, ત્યારે AnyDesk એપ્લિકેશન કથિત રીતે ફોન પર ગોપનીય ડેટા ચોરી કરવાનું શરૂ કરે છે

 *આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી તમારા બેંક ખાતુ થોડીવારમાં ખાલી થઈ શકે છે.* 

Anydesk apps વપરાશકર્તાના ઉપકરણ પર *9* -અંકનો એપ્લિકેશન કોડ જનરેટ  કરે છે.હેકર વપરાશકર્તાના ઉપકરણ પરથી આ કોડ નુ નિયંત્રણ મેળવે છે અને  Bank ટ્રાંઝેક્શન શરૂ કરી શકે છે. મોબાઇલમાં ઉપલબ્ધ કોઈપણ પેમેન્ટ વોલેટ નો પણ ઉપયોગ કરી શકે છે.

 *આવી એપ્લિકેશન કેવી રીતે મોબાઇલ માં દાખલ થઈ શકે* 

  મોબાઇલમાં ડેટા ટ્રાન્સફર કરતી વેળાએ, મોબાઈલનો બેકઅપ લેતી વેળાએ, એક મોબાઈલ ને બીજા મોબાઈલ સાથે જોડવાથી, દુનિયાના કોઈપણ અન્ય મોબાઇલ  તેમજ અન્ય કમ્પ્યુટર સાથે કોઇપણ મોબાઇલ ને જોડવા  માટે ઉપયોગમાં આવતી એપ્લિકેશન થી.

 *આવા પ્રકારના ઈ-હુમલાથી બચવા શું કરવું* 

 1) મોબાઈલ માં આવેલ કોઈપણ લીંક ઉપર ક્લિક ન કરવું

 2) મોબાઈલનો કોઈપણ અન્ય મોબાઇલ સાથે રીમોટ એક્સેસ ન સાઘવો

 3) કોઈપણ કર્મચારી બેન્ક ,એલઆઇસી આધારકાર્ડ  અને અન્ય કોઈપણ સરકારી કચેરીમાં થી વાત કરતો હોય, અને બધી સુવિધાઓ તમને ઘેર બેઠા આપવાની વાત કરે તોપણ એના ઝાસામાં ન આવવું .

 4) રીપેરીંગમાં આપેલો મોબાઈલ પાછો લેતી વેળાએ આપને જાતે જ ફેક્ટરી રીસેટ કરવો.

 5) પબ્લિક વાઇફાઇ ની લોભામણી વાતોમાં આવીને મોબાઈલ માં કોઈપણ લીંક ઇન્સ્ટોલ કરવી નહીં.

 6) સાથે જ team viewer  જેવી એપ ડાઉનલોડ કરવી ન જોઈએ

 7) કોઈપણ વ્યક્તિ આપના મોબાઇલમાં શું કરી રહ્યો છે તેનું ધ્યાન રાખવું જોઈએ, કોઈના હાથમાં મોબાઈલ આપતી વેળાએ ઈન્ટરનેટ કનેક્શન બંધ રાખવું જરૂરી છે.

 *Mayur bhusavalkar* 
(cyber expert and internet crime investigator)

Post a Comment

1 Comments