વાહ વાહ ક્યાં બાત હે પોલીસની ખરાબ બાજુની વાત કરો તો રસ્તા જનાર 100 માંથી 99 લોકો પોલીસને ગાળો આપવા લાગશે પણ દરેક વખતે જેવું દેખાય છે તેવું હોતું નથી.
પોલીસની સારી બાબતો પણ હોય છે, પણ પોલીસની સારી બાબતને માધ્યમોમાં ખાસ સ્થાન મળતુ નથી. આવી જ એક ઘટના હાલમાં જુનાગઢમાં ચાલી રહેલી મીની કુંભ મેળામાં થઈ હતી. કુંભમાં કાયદો અને વ્યવસ્થા સારી જળવાય તે માટે જુનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદ્દીએ મેળાની આસપાસના વિસ્તારમાં વિવિધ એજન્સીઓને મુકી દેવાની સૂચના ડીએસપી સૌરભ સિંગને આપી હતી. જેના કારણે ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રૃપના 50 કરતા વધુ જવાનો વિવિધ સ્થળે વોચમાં ગોઠવાયેલા હતા. આ દરમિયાન અનેક અસામાજીક તત્વોને શોધી તેમની અટકાયતો પણ કરવામાં આવી હતી. આમ તો આ બધી જ કામગીરી પોલીસ માટે રોજની હતી.
સમગ્ર મેળા ઉપર નજર રાખવા માટે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ભવનાથ પોલીસ સ્ટેશનમાં કેમ્પ કરી બેઠા હતા. તે વખતે વડોદરાના ગૃહસ્થ નરેશભાઈ વિઠ્ઠલભાઈ પરીખ આવી પહોંચ્યા, નરેશભાઈને પોલીસ સ્ટેશન આવવાનું કારણ પુછતાં તેમણે પોતાનું પાકીટ અને મોબાઈલ ચોરાઈ ગયાની વાત કરતા તેમની આંખમાં આંસુ દોડી આવ્યા હતા. તેમના પાકીટમાં સાચા ચાર હજાર રોકડ અને એટીએમ પણ હતા. તેઓ કુંભમાં દર્શન કરવા આવ્યા હતા, પોલીસના આટલા કડક જાપ્તા વચ્ચે પણ તેમનું પાકીટ ચોરાઈ ગયું હતું, ડીવાયએસપી જાડેજાએ તેમને બેસાડી પાણી પીવડાવ્યું છતાં ગૃહસ્થ નરેશભાઈ પરેશાન લાગતા હતા. પોલીસે તેમની ફરિયાદ નોંધવાની શરૂઆત કરી હતી, પણ તેમના ચહેરા ઉપર એક પ્રકારની બેચેની હતી.જ્યારે પ્રદિપસિંહ જાડેજા એ તેમની સાથે વાત કરી તો ગૃહસ્થ નરેશભાઈએ કહ્યું મારી પાસે હવે એક પણ પૈસો નથી અને મોબાઈલ ફોન પણ કરી હું વડોદરા કેવી રીતે જઈશ, ફોન હોત તો હું કોઈને ફોન કરી મદદ પણ માંગી શકતો હતો. પ્રદિપસિંહ આખી સ્થિતિનો તાગ પામી ગયા તેમણે નરેશભાઈને આશ્વાસન આપ્યું કે તમારી ફરિયાદ નોંધાઈ જાય ત્યાર બાદ તમારા વડોદરા જવાની વ્યવસ્થા હું કરી આપીશ અને રસ્તામાં તમને જરૂર પડે એટલા પૈસાની પણ વ્યવસ્થા કરી આપીશ. પોલીસ ક્યારેક આવી મદદ કરે તેવી તો તેમને કલ્પના પણ ન્હોતી. ફરિયાદ નોંધાયા બાદ પ્રદિપસિંહ જાડેજા એ તેમને પોતાના ખીસ્સામાંથી વડોદરા જવાના ભાડા ઉપર રસ્તામાં કોઈક જરૂર ઉભી થાય તો તેને પહોંચી વળવા માટેની રકમ પણ આપી હતી.
નરેશભાઈ પરીખ પોલીસ સ્ટેશન છોડી રહ્યા હતા ત્યારે તેમની આંખમાં આસું હતા પણ તે આભારવશના આંસું હતા. આમ, એક સહજ લાગતી આ ઘટનામાં નરેશભાઈને પોલીસની એ કામગીરીનો અનુભવ થયો જે તેમણે પોલીસ સ્ટેશનમાં પગ મુકતાં પહેલા વિચારી પણ નહીં હોય.
કારણ કે નરેશભાઈને ખાખી વર્દી પાછળનો માણસ પણ જોવા મળ્યો તે કદાચ તેમના માટે પ્રથમ ઘટના હશે.
0 Comments