હર ઘર તિરંગા ને લઈને લોકો અવનવા નુસખા અપનાવી રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે

 હર ઘર તિરંગા ને લઈને લોકો અવનવા નુસખા અપનાવી રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે 


       75માં આઝાદી કા અમૃત મહોત્સવ ને લઈને લોકો  એટલા ધેલા બની ગયા છે કે તેમના અવનવા પ્રયાસો થી રાષ્ટ્રધ્વજ નું અપમાન થઈ રહ્યું છે, હર ઘર તિરંગા અંતર્ગત અમુલ ડેરી દ્વારા પણ દૂધ ની થેલી પર તિરંગા છાપવામાં આવ્યા છે, 


જોકે દૂધની થેલી ના મારફતે તિરંગો તો દરેક ઘરમા પહોંચશે પરંતુ આ દૂધની થેલીઓ નો વપરાશ થયા બાદ ગૃહિણીઓ,ચા ના વેપારીઓ સહિત દૂધ નો ઉપયોગ કરતા તમામ લોકો આ થેલીઓને કચરા માં નાખતા હોય છે,  દૂધની થેલી પર તિરંગા છાપવામાં આવતા જાને અંજાને રાષ્ટ્રધ્વજ નું અપમાન થાય છે, જેને લઈને દેશ પ્રેમીઓમાં ઘણી નારાજગી જોવા મળી રહી છે, અને અમુલ ડેરી દ્વારા આ દૂધની થેલીઓ પર તિરંગા ને હટાવી દે અને રાષ્ટ્રધ્વજ ની જે ગરિમા છે જેને જાળવી રાખે તેવી માંગ કરી રહ્યા છે, 


સાથે સાથે મીઠાઈ બજારમાં પણ અવનવી મીઠાઈઓ પર તિરંગા કલર કરી તિરંગા નું અપમાન કરી રહ્યા છે, 

              તો બીજી તરફ કેક શોપ માં પણ તિરંગા આકાર ની કેક બનાવવા માં આવી છે અને એ કેક ને કાપવામાં આવે છે, જેથી તિરંગા ને કાપવામાં આવે એ કેટલુ યોગ્ય કહેવાય ? હર ઘર તિરંગા અંતર્ગત જો આપ અવનવા નુસખા ન અપનાવી માત્ર આપના ઘરની બહાર તિરંગો લગાવી સાચી દેશ ભક્તિ કરીએ અને આપના દેશ અને તિરંગા ની ગરિમા ને જળવીએ એવી સૌ દેશ વાસીઓને અપીલ કરીએ છે, સાથે સાથે રોડ રસ્તા પર વેપારીઓ દ્વારા ધ્વજ નું વિતરણ કરે છે જે ધ્વજ 15મી ઓગસ્ટ બાદ મોડી સાંજે કે પછી બીજા દિવસે રોડ રસ્તા પર પડેલા જોવા મળે છે, જેથી વડોદરા વોઈસ ન્યૂઝ ના માધ્યમથી અમે આપને અપીલ કર્યે છે કે તિરંગા ની અને આપના દેશની ગરિમા ને જાળવી રાખવા સહભાગી થાઓ તેવી દિલ થી પ્રાર્થના :- વિશ્વ વિજય તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા  :- જય હિન્દ જય ભારત

Post a Comment

0 Comments