ગણેશ ઉત્સવ દરમ્યાન દાનપેટી માં આવેલ દાન અને દાંતોઓ ના સહયોગથી દિવાળી ના તહેવાર દરમ્યાન રસોડું અવીરત કાર્યરત રાખી ૧૫ હાજરથી વધુ લોકોને ભોજન પીરસવામાં આવ્યું
દિવાળી નાં તહેવાર માં કોઈ ભુખ્યા નાં રહે તે આશય સાથે ઇન્દ્રપ્રસ્થ નું રસોડું સત્તત ૨૫ દિવસ કાર્યરત રાખી ૧૫ હજાર થી વધુ ભોજન તુલીપ્ત નાં આશીર્વાદ પ્રાપ્ત થયા છે.
ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ (ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન) દ્વારા છેલ્લા દોઢ વર્ષ ઉપરાંત નાં સમયથી ગોત્રી સરકારી દવાખાના સામે સવારના ૩ કલાક સાત્વિક અને પૌસ્ટિક ભોજન માત્ર ૫ રૂપિયા માં પીરસવામાં આવે છે. હોસ્પિટલ માં દાખલ દર્દીઓ નાં સગાસંબંધી,રાહદારીઓ,શ્રમજીવીઓ આનો લાભ લઇ રહયા છે. દિવાળી નાં તહેવારો દરમ્યાન કોઈ ભુખ્યા નાં રહે તે આશય સાથે *'ઇન્દ્રપ્રસ્થ નું રસોડું'* ૧ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી અવિરત કાર્યરત રાખવવાના નીર્ણય સાથે અત્યાર સુધી (૨૫ દિવસમાં) ૧૫ હજાર થી વધુ ભોજન તુલીપ્ત નાં આશીર્વાદ પ્રાપ્ત થયા છે. દિવાળી ના ૫ દિવસ મંડળ ના કાર્યકરો પોતાના સંતાનો સાથે હજાર રહી સેવાકાર્ય માં જોતરાયા હતા.
ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આયોજીત ગણેશ ઉત્સવ ૨૦૨૩ દરમ્યાન દાન પેટી માં આવેલ દાન અને દાતાઓ ના સહયોગથી દિવાળી ના તહેવાર દરમ્યાન એક માસ સુધી અવિરત ભોજન પીરસવામાં આવી રહયું છે.
આવનારા દિવસોમાં 'ઇન્દ્રપ્રસ્થ નું રસોડું' સપ્તાહ માં વધુ ને વધુ દિવસ કાર્યરત રહે તે માટે નો મંડળ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે.
સંસ્થાને મદદરૂપ થવા સંપર્ક કરો :- ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ
(ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન)
8780899424
0 Comments