ભારત જોડો ન્યાય યાત્રામાં ખિસ્સાકાતરું ઓને મળ્યો ન્યાય : વડોદરાના બે કોર્પોરેટરો સહિત અનેક કાર્યકરોના ખિસ્સા કપાય.
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બોડેલી ખાતે એકઠા થયેલા અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓના ખિસ્સા હળવા થયા હતા. તો વડોદરા કોંગ્રેસના એક કોર્પોરેટરના રોકડા અને એક મહિલા કોર્પોરેટરની ડાયમંડની બુટ્ટી ચોરાઈ હતી. બનાવ મામલે બોડેલી પોલીસે તપાસ હાથ ધરી છે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા આજે બોડેલી ખાતે પહોંચી હતી. જ્યાં હજારોની સંખ્યામાં ઉમટેલા કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. દરમિયાન ચોરટાઓ દ્વારા તેનો ફાયદો લેવા સફેદ કપડામાં કાર્યકર્તાના રૂપમાં પ્રવેશી ગયા હતા અને લગભગ એક ડઝન જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓના ખીસ્સા હળવા કર્યા હતા. જેમાં વડોદરાના બે કોર્પોરેટરો પણ ચોરટાઓના નિશાને આવ્યા હતા.
કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે 45 હજાર રોકડા ગુમાવ્યા હતા. જ્યારે મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ડાયમંડની બુટ્ટી ગુમાવી હતી. તેઓએ જાણવા જોગ ફરિયાદ આપવા બોડેલી પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાના રૂપમાં ચોરી કરતા બે ઇસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
0 Comments