Rajkot : રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને રુપાલાની ટિકિટ રદ કરવાાની માંગ કરી રહ્યા છે. ક્ષત્રિયોને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. ત્યારે આ આંદોલન માત્ર રુપાલા પુરતુ જ નહીં રહેતા હવે ભાજપ વિરુદ્ધ પણ બની ગયું છે. જેના કારણે ભાજપને લોકસભાની ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે.
ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM MODI સૌથી પહેલા રાજકોટ જશે આ દરમિયાન તેઓ ક્ષત્રિયોને મનાવવા માટે પ્રયાસ કરશે.
PM Modi આવશે ગુજરાત
પ્રાપ્ત જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ ગયો છે. 19 એપ્રિલ બાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ઝાંઝવતી પ્રવાસ શરુ કરશે. તેઓ ગુજરાતમા ચારેય જોનમાં પ્રવાસ કરશે આ દરમિયાન છ થી વધુ જાહેર સભાને સંબોધિત કરશે. એક દિવસમાં બે સભા તથા એક રોડ શો નું આયોજન કરવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.
શહેરી વિસ્તારોમાં રોડ શો તથા ગ્રામ્ય વિસ્તારોમાં સભાનું આયોજન કરવામા આવી રહ્યુ છે.
રુપાલા વિવાદને ઠારવામા PM MODI થશે સફળ ?
રાજકીય સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરી શકે છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લઈને હાલ સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય – રાજપુત સમાજના લોકો રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે. ત્યારે પી એમ મોદી રાજકોટની મુલાકાત દરમિયાન આ વિરોધને શાંત કરવાનો પ્રયાસ કરશે. જો કે તેઓ આ વિવાદને ઠારવામા કેટલા સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.
0 Comments