નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત વેદ વ્યાસ પ્રાથમિક શાળા, ખટંબાના નવીન શાળા મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત વેદ વ્યાસ પ્રાથમિક શાળા, ખટંબાનું નવીન શાળા મકાનનું આગામી સપ્તાહમાં ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. આ શાળા વર્ષ - 2021 માં જિલ્લા શિક્ષણ સમિતિ, વડોદરા માંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા માં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શાળા મકાનની સ્થિતિ અને ગામના સરપંચ શ્રી, શાળાના વાલીઓ અને ગ્રામજનો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરામાં નવીન શાળા મકાનની માંગણી કરવામાં આવેલી હતી.
આ માંગણીનાં આધારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ના માન.અધ્યક્ષ શ્રી મીનેશભાઈ પંડ્યા, માન. શાસનાધિકારીશ્રી અને તમામ વહીવટી સ્ટાફ તેમજ ગામના સરપંચશ્રી, આગેવાનો અને શાળાના આચાર્ય ઉપસ્થિત રહી સમગ્ર ઘટનાનું અને શાળાના સ્થળનું મુલાકાત કરી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રજૂઆતનાં આધારે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે શાળા મકાન મંજૂર કરવામાં આવેલ છે. જેનો ખાતમુહૂર્ત આવતા સપ્તાહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવનાર છે.
આ શાળા મકાનની સાથે સાથે ગામના સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદ દ્વારા પણ માન . અધ્યક્ષ શ્રી મિનેષભાઈ પંડ્યાની વિનંતીથી વધારાના વર્ગખંડ મળી કુલ 6 વર્ગખંડનું નિર્માણ કરવામાં આવનાર છે.
આ શાળામાં આધુનિક મકાન ની સાથે સાથે સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ બાલવાડી અને આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે એવું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી મિનેષભાઈ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
0 Comments